આજથી શરુ થતી ઋતુ તપની
સ્વની ખોજ અને મનોમંથનની
રાખ છે ને રાખમાં જવાનું છે
પછી ચિંતા શું આટલી જીવનની
આપ્યાછે દાંતતો ખાવાનું પણ દેશે
પંખીઓ ને નથી ચિંતા ચણની
આખરે ત્યાંજ હિસાબ થવાનો છે
થોડી તૈયારી કરીએ જીવન પછીની
ઉદાહરણતો આપ્યું એટલું વેઠીને
નજદીક જઈએ થોડું વધુ ઈસુની
હિમાંશુ
No comments:
Post a Comment