મેં કહ્યું ક્યાં એ કદી બકતો નથી
પણ નશો એને બહુ સદતો નથી
ફેરવી પડખું સુઈ એવો જતો
ખ્વાબમાં પણ કોઈને નડતો નથી
દાટ મોંઘી બોટલો લાવી કહે
આ નશો સાલો હવે સસ્તો નથી
જાય દુનિયાદારી ખાડામા બધી
એ પળોજણમાં કશી પડતો નથી
એક ઈચ્છા થાય પૂરી પણ હવે
એક તારો આભથી ખરતો નથી
ગરવી
No comments:
Post a Comment