Wednesday, 25 January 2017

ગઝલ

મદીનાની મતવાલી ગલિયોમાં ગગન ગજાવતા;
મીર અને નરસિંહ ના ભવ્ય ભજનો ગુંજતા હતા.......
ને કરબલાની કીલ્લાવાળી મિનારા - મસ્જીદમાં....
કુરાનની આયાતો કાશીના પંડિતો શીખતા હતા....
કારણ કે સળગાવે તેવા કોઈ પણ ધર્મ જ નહોતા.....!!

ગુંજન ગીતા-રામાયણ નું મૌલવીઓના મુખેથી.....
અયોધ્યાના મંદિરોમાં માઝા મુકતું હતું  - તો..-
રામ-રામ રહીમ ; ને વળી કરીમ જયશ્રી કૃષ્ણ -
બોલીને સૌ ઝૂકીને સલામો સહજ ભાવે ભરતા'તા..
કારણ કે હિંદુ-મુસ્લિમ થી સૌ કોઈ અપરિચિત હતા...!!

ક્રાઈષ્ટ ના અનુયાયીઓ આરામથી આપસમાં....
વેટીકન સીટી ના ચર્ચમાં ; રામ અને કૃષ્ણની...
ગહન ચર્ચામાં; ભારે મશગુલ હતા અને ત્યારેજ ...
પોપ-પાદરી-પુજારી ને મૌલવીઓ રોજની જેમ.....
એક કમ્યુન માં ભેળા બેસીને ભોજન કરતા હતા........!!

કારગીલની ટોચે બાંકે  બિહારી અટલ બનીને.....
મિયા મુશર્રફ ને સાચુકલા ભાવથી ભેટતા હતા.....
ને દિલ્હી - લાહોર વચ્ચે બસ-બસ રમતા નહોતા.....
અને મંદિર-મસ્જીદ એક જ ભવનના બે હિસ્સા હતા...
કારણ કે હિન્દ ના ભારત-પાક જેવા ભાગલા નહોતા...!!

બુશ અને લાદેન બ્રિટન માં બ્લેર ભાઈ ને ઘેર....
સદ્દામ હુસેન સંગ મુશાયરામાં મશગુલ હતા.......
દુશ્માંનીથી સૌ અપરિચિત ને પ્રેમથી જ પરિચિત......
એવા પૃથ્વી પ્રાંતમાં ક્યાય સંરક્ષણ ખાતા નહોતા....
કારણ કે સીમાંવાળા દેશના કોઈ જ નકશા નહોતા.....!!

આ વિચારો તો મુજ અદ્રશ્ય અચેતને - સુપ્રભાતે......
પ્રગટેલા ઝાકળ બિંદુઓ જેવાં શુધ્ધ ને સત્ય હતા...
મરક-મરક અધરોએ  ને બંધ બીડેલા નયનોમાં.....
મારા અંતર આકાશે સપના બનીને અકબંધ હતાં.....
કે "પરમ" પામ્યા પછી આ "પાગલ" અભરખાં હતા..??!!!

ગોરધનભાઈ વેગડ.......

No comments:

Post a Comment