ખોટા મતના ધારા માંથી નિકળવું છે,
માથે પડતા વારા માંથી નિકળવું છે.
વેઠી સઘળી કૌમી સારી વાડા બંધી
હોઠે ચડતા નારા માંથી નિકળવું છે.
મનમાં આજે જાગી સારી શંકાઓના
ઘેરી લેતા મારા માંથી નિકળવું છે.
તારા ભીના સપના વાલમ રાતો જગવે,
ખ્વાબો કેરા માળા માંથી નિકળવું છે
રણની રેતી ધગધગતાઅંગારા લાગે
જખમો દેતા લારા માંથી નિકળવું છે
આંખો સામે દેખું ઘટતી ઘટના માસૂમ
ચડતા પડતા ધારા માંથી નિકળવું છૈ.
માસૂમ મોડાસવી
No comments:
Post a Comment