.
આજે ઈશ્વર સાથ અમારી આગે આગે ગોરખ જાગે,
આજે તો છે મોજ ફકીરી આગે આગે ગોરખ જાગે.
દોડાદોડી છોડી દીધી; છોડી દીધી ભેજામારી,
આવી રીતે સાંજ સવારી આગે આગે ગોરખ જાગે.
શંકાઓનો કીડો સળવળ થાતાં ખાતો જીવન કોરી,
પકડી તેને નાખ ધમારી આગે આગે ગોરખ જાગે.
ગમ ભૂલ્યો; દુઃખ ભૂલ્યો; ભૂલ્યો અપમાન કરેલાં સૌનાં,
નાખ્યું જીવન આમ મઠારી આગે આગે ગોરખ જાગે.
આંખો બંધ કરુંને નીંદર આવે એવું સુખ છે મારે,
મારે મન તો એજ અમીરી આગે આગે ગોરખ જાગે.
રત્નેશ અલગોતર "નિરાશ"
No comments:
Post a Comment