કામરૂપદેશ -3
કૂતરો બીજને ચાટે
ગાંડી શેરી
પોતાની મૅલી જીમી વલૂરે
કૂતરાની જીભમાંથી
લપલપતો ભાદરવો ઝરે...
લોક સાબદું થાય કૂતરાને
પથ્થર મારવા
કૂતરો પૂંછડી દબાવતોક્
ચિત્રમાં ઘૂસી જાય !
ચિત્રમાંથી હડકવાનાં જીવાણુઓ
હસ્યા કરે,
ભસ્યા કરે,
ઝર્યા કરે....
કૂતરીનાં શરીરમાંથી લસલસતું વાદળું પસાર થઇ જાય !
- અનિલ વાળા
No comments:
Post a Comment