Tuesday, 3 January 2017

ગઝલ

દાંમ્પત્ય
*********

નક્કી કરેલી વયમર્યાદામાં પરણી ગયા
લાગ્યું જ નહોતું કે ધણીધણિયાણી થયા

બાળકોની રહેમત ખુદાએ વરસાવી હતી
પ્રેમ કારણ હતું વાત ક્યાં સાબિત થઇ હતી

એમાંય પતિની યાદમાં સતી થવાનું  થયું
એવા સમયે પર પુરુષે ત્યાં આગમન કર્યું

નકારવાની વાત નહોતી ના સ્વીકારવાની
રામ સીતાના અહીં સાચા અનુયાયી થવાની

છે વ્યવસ્થા હમબિસ્તરની દેશ-વિદેશમાં જે
પુરુષે તક ઝડપી ત્યારે જરીએ ખોટું નથી જે?

ભાર સમાજ નો ઉઠાવે પરિવાર સાચવે પત્ની
ગલત જરા પગલું ભર્યું ત્યાં એ કુલટા થવાની

નીતિ નિયમોની છડી શું સ્ત્રીઓ પર વરસાવશો
ક્યાં લગ અગ્નિ પરીક્ષાનો દૌર કાયમ ચલાવશો?

ગરવી

jyoti D Parmar (garvi)

No comments:

Post a Comment