Monday, 30 January 2017

ગઝલ

કવિશ્રી ગની દહીવાલાના શેર પરથી..

ખુદ ખુદા બક્ષે નજાકત નેણ હરખતાં થૈ ગયાં,
જ્યાં કરી સરખામણી તન આ ઉતરતાં થૈ ગયાં.

ચાહવા લાગ્યો છુ દીવાનો બનીને જ્યારથી,
ને ખબર ના રૈ  નયન ક્યારે ભટકતાં થૈ ગયાં.

*આપણે ખુદમાં ન જાણે ક્યારથી કીધો પ્રવેશ,*
*બંધ ઘરના દ્વાર શી રીતે ઊઘડતાં થૈ ગયાં.*

સ્પશૅ એવો તો અનાયાસે થયો જ્યાં ગાલ પર,
ત્યાં હ્દયમાંથી પ્રણય મોજાં ઊછળતાં થૈ ગયાં.

ગાઢ બન્યો પ્રેમનો અવસર અમારા સંગમાં,
ત્યાં વદન જાણે વદન સાથે મુલવતાં થૈ ગયાં.

છે મિલન આજે "કસક"ને"કાસ"નું એકાંતમાં,
પ્રેમના સાક્ષી બની વાદળ વરસતાં થૈ ગયાં.
  -સંદિપ પટેલ"કસક"

No comments:

Post a Comment