સરળ લાગ્યા ય માણસની નિયત ખોરી થતી જોઈ.
મદારીની દશાને મેં કણાના હાથની દોરી થતી જોઈ.
ધરમના નામની ફરકે ધજાઓ પેટ ખાલીને મળે દુઆ,
હતી જે અંધ આંખો એ નજરમાં ચિત્રની ચોરી થતી જોઈ.
ઉપાડી શ્વાસના પથરા સમયની સાથ હંમેશા રહી તો પણ,
પરોઢે જન્મ લેતી લાગણી સૂરજ બળે કોરી થતી જોઈ.
શરીરે શોભતા આભૂષણો માફક ફરી છું હું વચનને લઇ,
નજીવી લાગતી વાતે અહમની ખાણને ઓરી થતી જોઈ.
કરી ઊભાં મહેલોને નસીબે ઝૂંપડા માટે તરસતા સૌ,
પસીનાથી સુકાયેલી બધી બારી વધુ ગોરી થતી જોઈ.
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment