Friday, 6 January 2017

ગઝલ


        == આનંદમાં આવું ==
ઘણી ઈચ્છા ધરી બેઠો કે તારા સંગમાં આવું,
હરીને તારું પણ સુખચેન તારા નૈનમાં આવું.

ખુલા છે દ્વાર મનના ને હૃદયનું આંગણું ચોખ્ખું,
વધારે આટલાથી કેટલો ફારેગમાં આવું ?

બની જા તું પ્રિતમ મારો, મને પણ પ્રેમિકા ગણ તું,
જગત સામે પછી તો સાવ જુદા રંગમાં આવું.

હજી હું ક્યાં સુધી પીધા કરું આ શ્વાસના પ્યાલા?
મિલનની મુક્ત પળ ક્યારે મળે કે ઘેનમાં આવું!

નજીકનાં દૂર ને તું દૂર છે તો પાસ લાગે છે,
વગર આવેગ કે વેગે કયા સંવેગમાં આવું?

ઘડો ફૂટી જશે ને માટીમાં માટી ભળી જાશે,
ગહન દરિયામાં ભળવા, ઘૂળમાં કે રેતમાં આવું.

અનોખી આપણી મિલન ઘડી કેવી હશે ‘મંથન’!
બધા રુદન વચ્ચે હું એકલો આનંદમાં આવું !
== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment