Friday, 6 January 2017

અછાંદસ

કામરૂપદેશ -1

ખીણમાંથી
શિખર પર ચડતો
ઉષ્ણ શ્વેત નિર્ઝર પ્રવાહ-પ્રપાત
ચહેરા પર ઊભો રહી
થાક ખાતો, લુચ્ચુ હાંફતો
ખીલવા મથતો કરમાયેલો લાલ તડકો
શ્વાસની અશ્વગતિમાં
દોડતાં મખમલી નારંગી સાપોલિયાં
લોહીમાં થતો ગાંડિવ ટંકાર!
યુદ્ધેષણાથી ચડભડતું મન....
ટેરવામાં તરફડતો
મસૃણ અંધારિયો રેશમી આકાર
કમલ અને કોમલાંગીનો
નાકાતૂટ હણહણતો એકાકાર
પાકાં પીળાં ઘરડા રંગનાં
વૃક્ષ પરથી ખરી પડતી
અજાણી પારિજાત ગંધ
અને
દ્યૌ શાંતિ: , અંતરીક્ષ શાંતિ:
મંદાર.

                - અનિલ વાળા

No comments:

Post a Comment