ફરો થઇ પતંગા પરાગે પરાગે
જૂમો કોયલોના મધુર રાગ-રાગે
વસંતી મૃગોએ ભરી ફાળ એવી,
પહોંચી ધરા આજ સ્વર્ગે છલાંગે.
અહીં આ તરફ જો લતા ફૂલ ફોરે,
અને આ તરફ જો નવાં ગીત જાગે.
પવનને પલ્લવ થી પ્રણય થઇ ગયો છે,
બધા હૈયું બાંધે ગજબનાક ધાગે.
પલાશો કનેથી સુણો વાત સાચી,
ગજબ જ્યોત આવી ચિરાગે ચિરાગે.
નકામી થવાની જવાની તું મારી
તને જો વસંતી કટારી ના વાગે.
સુણો એય પંખી ! સુણો એય ફૂલો !
તમે જો ના હો તો અકેલું જ લાગે.
વસંતો તમારી મહેમાન થઇ છે,
અને ભાયલા તું અહીં ત્યાં શું ભાગે?
વસંતો મનાવો ! વસંતો મનાવો !
કરે દિલ ઉમંગો ના કઈ બીજું માગે.
ભ્રમર ગૂંજનોમાં પતંગાની પાંખે,
સખા એય મારા વિજયગીત વાગે.
તમારી વસંતો સમીપે ખુદા તો,
ભલે તું ગમે તેટલું આજ તાગે.
નિખિલ જાદવ
No comments:
Post a Comment