એકબીજાથી અલગ હોવાની લહેજત ના રહે,
હોર્ન અને ટહુકા વચે કોઈ તફાવત ના રહે.
રુવે-રુવે ઊંઘતું નર્તન જગાડું કઈરીતે?
કાચી નિંદરમાંથી ઊઠે તો એ રંગત ના રહે.
જેમણે ડંબેલ જાણી ઊંચકી લીધો પહાડ,
પ્રાર્થના ઉઠાવવાની એની તાકત ના રહે.
કોઈ મોજા પે'રીને ચાલે તો લાગે છે સમુદ્ર,
ને વધુમાં ઓટ-ભરતીની મુસીબત ના રહે.
લાવ, સેલોટેપ મારી દઉં બધી ભીંતો ઉપર,
એ કશું બોલે નહીં તો કોઈ આફત ના રહે.
- કુલદીપ કારિયા
No comments:
Post a Comment