મૃગજળ તો મૃગજળને પી લે
ખોટો મરુસ્થલમાં રખડમાં
સૌન્દર્યને તું બસ જોયા કર
આમ તું પાંખડીઓ ગણમાં
બધાંજ ધતિંગને બંધ કરી દે
ભીતર સિવાય બીજે દોડમાં
રાહ એક જ પકડીને રાખ સદા
સફરને બહુ વધારે મોડમાં
જે ચગી છે એ કપાવાની જ છે
દોરાની ઢીલ બહુ હવે છોડમાં
દ્વંદ્વમાંથી એકવાર બહાર નીકળ
ખુદને જ ખુદ સામે મરોડમાં
જે વાત વીતી ગઈ છે તે ગઈ
હવે તું પૃથક્કરણ માં પડમાં
જો પ્રેમથી જ સ્વીકાર્યા હોય તો
પછી આ ઝખ્મોને તું ખોતરમાં
છે આખરી મંઝિલ જ "પરમ"
તો "પાગલ"બની પડાવ કરમાં
ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)
No comments:
Post a Comment