પતંગા બળીને ખરે રાતનાં અંધકારે.
દિવાના પ્રણયમાં મરે રાતનાં અંધકારે.
થઈને ભસ્મ ખુદ પ્રકાશે દુઆના ગગનમાં,
સિતારાય વિપદા હરે રાતનાં અંધકારે.
દિ' આખો સજાવી રહેતી મિલનના સપનને,
હવે સાંજ સૂરજ ધરે રાતનાં અંધકારે.
શિકારી બનીને પછાડે ઉડ્યા જે વિહગને,
છતાં મૃત્યુથી ડરે રાતનાં અંધકારે.
ભર્યા કંઠનો વધ કરીને થયા છે સુરીલા,
ઇનામે ગુન્હા સાંભરે રાતનાં અંધકારે.
-શગ
No comments:
Post a Comment