Sunday, 5 February 2017

ગઝલ

પાંખ ફફડાવી અને ઊડી ગયા,
યાદ મમળાવી જરા રૂઠી  ગયા.

વરસતાં એ વાદળો આભે ચડ્યા,
આંખમાંથી આંસુ થઈ છૂટી ગયાં.

શબ્દની  માયા  ગઝલમાં ચાલતી,
ધાર  કાઢીને  કલમની  ઘૂંટી  ગયા.

નાંવ   હંકારી   હરી   માજી થયા ,
હાથ  ઝાલી  સાગરે   કૂદી  ગયા.

શાનમાં એ જ્ઞાન આપી જો 'ફિઝા'..
શ્યામ  આજે  પણ તને લૂંટી ગયા.

કાજલ કાંજિયા 'ફિઝા '
6/8/2016

No comments:

Post a Comment