મારી છાતીમાં
શબ્દોના લીલાન્હોર
ઉંડે ઉંડે ઘા કરે છે
હું
શબ્દને સાંભળું છું
પણ
શબ્દ મને..?
મારામાંથી નીકળતી પરસેવાની ગંધ
અને રાતરાણીનું પ્રસવ
કાંચનમૃગ જાણી ગયું હશે
તીરના ઘા કરવા ઉતાવળા બને ,
ઘા
ઉઝરડાથી ઉભો પહાડ ચીરાઇ જાય છે.
આક્ષેપ.....
નગ્ન અવસ્થામાં રહેતો
કપડાં પહેરેલાં હોવા છતાં
લાજી મરતી જીજીવિષાઓ
એક નર્યું નાટક ભજવે
મને મળતી અસંખ્ય ગાળો- તિરસ્કાર
મને છાકટો બનાવે છે
મારી છાતીના બાલ છંછેડાઇને મને પૌરૂષત્વ બતાવવા ઉત્તેજિત કરે છે
કોઇના સંતોષ અસંતોષ ની વાત નથી
હું પોતાને ગધેડો કહું છું
આકાશ
No comments:
Post a Comment