#શુભ_CM_પ્રભાત
*પલ | હૃદયનો સીધો અનુવાદ*
ફૂલો સાથે ફાવ્યું એનું સીધું કારણ તું છે !
ઝેર મજાનું ભાવ્યું એનું સીધું કારણ તું છે !
કાંટા સાથે કાંટો થઈને રોજ લડું છું *ધારા !*
હસતું મોંઢું રાખ્યું એનું સીધું કારણ તું છે !
થાક અને બેચેની લઈને કોણ અજંપો સાંખે ?
આજ સુધી જે સાંખ્યું એનું સીધું કારણ તું છે !
કોણ હવાનો ફોટો પાડી ભીંતો પર ચોડાવે ?
સપનું કાચ મઢાવ્યું એનું સીધું કારણ તું છે !
અંદરથી એક ડૂમો કાઢ્યો ઉપર કંકુ-ચોખા,
આંખે તોરણ બાંધ્યું એનું સીધું કારણ તું છે !
*આલાપ*
#CM_Sarkaar
No comments:
Post a Comment