કાવાદાવા અંદર અંદર, ઠોકો તાલી;
નવો જમાનો, ચેત મછંદર, ઠોકો તાલી;
ખૂબ નચાવે નાચ અવનવાં, તાતા ધિન્ના,
આ તે કેવું વાગે જંતર! ઠોકો તાલી;
રોજ લવારી કરતો માણસ, સમય થપાટે,
બેઠો આજે મૂંગો મંતર, ઠોકો તાલી;
આપીને મત સોંપી દીધો દેશ જ આખો,
એણે જો ને ખાંડી પત્તર, ઠોકો તાલી;
જીવી જાશો, અપનાવી લો બેવડું ધોરણ,
હોઠે ઈશ્વર, હાથે ખંજર, ઠોકો તાલી;
હું બેઠો છું, મારી ઉપર એ બેઠો છે;
ક્યાં છે નબળું માથે છત્તર? ઠોકો તાલી;
: હિમલ પંડ્યા
No comments:
Post a Comment