કામ ઘણુંયે કરવાનું છે,
શબ્દ વડે અવતરવાનું છે!
આંબી લઈશું ત્રણ પગલાંમાં,
વામન થઈ વિસ્તરવાનું છે! *
મા, પત્ની, પુત્રી અથવા બેન,
બોલો, રૂપ કયું ધરવાનું છે?
મોટાં તો થઈ જઈશું, પાછું
શૈશવ તો સાંભરવાનું છે !
ખૂબી એ છે ભવસાગરની,
હોડી વિના તરવાનું છે!
ના ચિંતા વૃક્ષો કરવાનાં!
પર્ણ તો કાયમ ખરવાનું છે !
-હેમંત મદ્રાસી
No comments:
Post a Comment