આમ તારું વર્તવું, મુશ્કેલ છે,
દર્દ તારું જાણવું મુશ્કેલ છે.
છે હૃદય, નહિ મોલ કે કો' હાટડી,
પ્રેમમાં ઘર બાંધવું મુશ્કેલ છે.
તું કહે તો જાન આપું હું તને,
વિણ તમારાં જીવવું, મુશ્કેલ છે.
રોજ જોઈને જતાં રે'વુ? અરે!,
આ પ્રિયા ને છોડવું મુશ્કેલ છે.
એક ડગ હું પણ ભરું, તું એક ભર,
સાલુ, પાછું વાળવું મુશ્કેલ છે .
-ભાવિન દેસાઈ 'અકલ્પિત '
No comments:
Post a Comment