Sunday, 26 February 2017

અછાંદસ

એક અછાંદસ
   --------------------
બોનઝાઈ ના ઝાડ સાથે પડયો છ  અહિ  તાડ ને પનારો.
સંવાદનો કોઈ અવકાસ નથી
છે બસ વાદથી પનારો.

ફેલાવ તો એ દેખાડે મોટો ને
લાગે સુંદર બટકો
વાતે વાતે એવું વર્ણવે
હું છું વટનો કટકો.

તાડ જુએ તુચ્છ નજરે ને
બોનઝાઇ ને લાગે ઝટકો .
ઓથ બોનઝાઇ ને તાડ ની
તોય કહે હુંજ સૌથી મોટો.

ઝૂકી ઝૂકી ને કેટલું ઝુકે તાડ
વહેતીઆઓથી પડ્યો છે પનારો . 
બોનઝાઇ તાડ બનવાના અભરખા
વ્યર્થ છે પ્રયત્ન જયાં ખોડ છે જનીનમાં. .

         દિલીપ ઠકકર

No comments:

Post a Comment