Sunday, 26 February 2017

ગીત

યાદ તો વહે..

રે, યાદ તો વહે વહે,
સ્મૃતિ પટ પરથી દ્રવે દ્રવે.
           યાદ તો વહે વહે..

ચંચલ મનડે રમે
કૈં ઠાલું ઠાલું ખળે
કૈં આછું પાછું ખસે
પાંપણ કોરે તરવળે...

લો, ખૂણે ખૂણે જડે
અંતર આવેગે બળે
મલક મલક  વાત કરે
ઘડીક અહીં ઘડીક ત્યાં
મુખ મુખડાએ મોઘમ
નિજ મસ્તીમાં ભમે..

જામ પ્રણય કાજે ભરે
જામ નયન મહી ઝરે
વાંસતી મંજરી મ્હેકે મ્હેકે
કણકણ દર્દ થૈ સળવળે..

હૈયાને પળપળ અડે
સોડમભીંની ખદબદે
અંતિમ વિશામે વેશ ધરે
પ્રાણમાં ઘેરૂં ઘેન ચડે
યાદ તો વહે વહે.
    રે, યાદ તો વહે વહે..

Priti bhatt...prit

No comments:

Post a Comment