Thursday, 9 February 2017

ગઝલ

ગાલગાગાગા લગાલ લગાગાગા.માં એક ગઝલ..

પીઠ પાછળના નિશાન બતાવીદે,
ને ભરોસાનું સન્માન બતાવીદે.

મૂળમાંથી છેદ મૂક કપાસીમાં,
દર્દને સાચું  નિદાન બતાવીદે.

કયાં સુધી પ્હોચેછે સાદ ભિખારીનો,
એક ભુખ્યાને અઝાન બતાવીદે.

કાજીઓ ખુદ થઇ ગયા છે ખુદાજાણે,
આંખ ખોલીને કુરાન બતાવીદે.

કોઈ ખોલે જો કલામ ગઝલનો તો,
એ પછી આખ્ખો દીવાન બતાવીદે.
         
                           ડો.પરેશ સોલંકી.

No comments:

Post a Comment