માણસ આગળ પાછળ રસ્તા
મંઝિલ નામે અટકળ રસ્તા,
મૃગજળ સાથે રાસ રમીને
રચતા જો કેવા છળ રસ્તા,
દિવસ આખો દોડી દોડી
હાંફે છે પળ બે પળ રસ્તા,
દોડી દોડી ક્યાં ક્યાં નાસુ
ચરણોની છે સાંકળ રસ્તા,
મંદિર સુધી, મસ્જિદ સુધી
શ્રદ્ધા કાજે શ્રીફળ રસ્તા....
શૈલેષ પંડ્યા (જામનગર)
No comments:
Post a Comment