Monday, 6 February 2017

ગીત

ગીત

મન માનવનું માકળું સહુ
મન પાસે લાચાર સાંભળ, સાહેલી!
મન ભટકાવે ભવાટવીમાં
મન મુક્તિ નુ દ્વાર.. સાંભળ..

મન જીતે તો જીત જગતમાં
મન હારે તો હાર..સાંભળ..
મન મહા સંગ્રામ કરાવે
મન રાજી તો પ્યાર..સાંભળ..

મન માનેતો મુની વૈરાગી
મનથી ગ્રહ સંસાર..સાંભળ.
મન પાંચમના મેળામાં જગ
મનનો કારોબાર..સાંભળ..

તું તારુ આ હું ને મારુ
મનનો છે વિકાર..સાંભળ..
શકળ જીવ સંતાન પ્રભુ ના
મનથી તું સ્વીકાર..સાંભળ.

સુખ દુખમા સમભાવે રહેવા
મન મોટો આધાર..સાંભળ..
નિરંતર અભ્યાસ કરી આ
મનને તું સુધાર..સાંભળ..

મન મોજી નિત મોજ
કરે નહી દુનિયા ની દરકાર.સાંભળ.
આંબાલાલ ઉર નિર્મળ કરવા
રાખો ઉર ઓમકાર..સાંભળ..

કવિ આંબાલાલ

No comments:

Post a Comment