Tuesday, 7 March 2017

ગઝલ

ઘસરકાએ સહન કરવું પડે છે.
કુહાડીના બળે સરવું પડે છે.

ઉગે છે ટેરવા થઇ છોડ શબ્દો,
સ્મરણમાં પણ સતત ખરવું પડે છે.

ઘણાંની પ્રીત દિલને સાંપડી છે,
છતાં સીરી થઈ મરવું પડે છે.

કલમ હથિયાર કાગળ પર ઉતારું
ગઝલને છંદમાં તરવું પડે છે.

ભરો ભરપુર અહીં દોણી કરમની,
કે આજીવન બધું ભરવું પડે છે.
-શગ

No comments:

Post a Comment