Tuesday, 7 March 2017

ગઝલ

એક કવિતા.
🌹🌹🌹🌹🌹🌹🌹
શુષ્ક હોઠો પર ફરી ભીનાશ લાગે છે.
નક્કી ચાંચ ફરી પાણીમાં ડુબી લાગે છે.
તરસનું રુપ હોય છે બિહામણું .
હવે ફરી ગાલ પર લાલાસ લાગે છે.

ઉચાટનો ઓછયૉ ધકેલાઈ ગયો દુર , 
રહ્યુ શહ્યુ ગ્રહણ પણ છુટી ગયું લાગે છે.
નક્કી કોઈનો સાથ મળ્યો લાગે છે.

સમેટી લઉં બધુ બાથમાં એવું લાગે છે
રાહ જોવામાંય હવેતો મજા જેવું લાગે છે.
નકકી પંખીને માળો પાછો મળ્યો લાગે છે.

ચાવી આપોઆપ હવામાં ઉછળવા  લાગી છે,
પતંગીયાને ઉડવા સાનુકૂળ હવા મળી લાગે છે ,
નક્કી પગ ફરી કુંડાળામાં  પડયો લાગે છે.

દિલીપ ઠકકર

No comments:

Post a Comment