ગઝલ :-આંખડી થઇ ગઇ.
---------------------
આ સજળ કેમ આંખડી થઇ ગઇ.
આંખમાં યાદ કાંકરી થઇ ગઇ.
રંગ લાવી દિવાનઞી મારી,
આપને જોઇ ખાતરી થઇ ગઇ.
એ જ દાતારી કામ આવી ગઇ,
જે કરણ હાથ આંગળીથઇ ગઇ.
એક કોયલ વસંતમાં ટહુકી,
પ્રેમની રાગ રાગણી થઇ ગઇ.
દુશ્મની એની આજ મુજ માટે,
એ મરણ બાદ લાગણી થઇ ગઇ.
યાદનુ ફૂલ ત્યાંય પણ ખિલ્યું ,
હેડકી આજ બેગણી થઇ ગઇ.
સ્પર્શની વાત હું શું કરું એના,
સાવ મુલાયમ કામળી થઇ ગઇ.
- દેવેન્દ્ર ધમલ
No comments:
Post a Comment