Tuesday, 21 March 2017

ગીત

*લ્યો, નહીં કાગળ નહીં પેન અને સીધી સ્ક્રીન પર અવતરેલી કવિતા..*

મગનું નામ મરી નહીં ને પાણીનું નામ ભૂ,
અક્કડ બક્કડ બમ્બે બો, જંતર મંતર છૂ....

ભૂકરું ભાવે તો ભાવે છે ભૂકરા ભેગી ચકરી,
સૂરજ ઉપર ચારો ચરતી કાળી દૂબળી બકરી.

કબૂતરાં ડોકીમાંથી મોત કરે છે ઘૂટર ઘૂ...

થૂંકના સાંધા મારીને તું નસીબને કાં પે'રે,
ઘર વિનાની દીવાલ બોલી,ચાલો મારાં ઘેરે..

વિચાર બાપડાં એકલવાયાં રમતા'તા રે હૂતુતુ..
- અનિલ વાળા

No comments:

Post a Comment