એક નવા છઁદમાં ખેડાણ
*બહરે હમીમ મુસદસ*
ગાલગાગા/ગાગાલગા/ગાગાલગા
ટોચ પર બેસાડી પછાડ્યો છે મને,
સ્વજનોએ તો રોજ પાડ્યો છે મને.
આગ હો તો એ આગથી કાયમ લડું,
પણ બરફનાં ટુકડે દઝાડયો છે મને.
આ બધું વળગણ છે ગઝલનાં પ્રેમનું,
કે' નહીંતર તો આમ ભાળ્યો છે મને?
રાત આખી શું જાગવું? શું ઊંઘવું?
કોઇએ ભીતરથી જગાડ્યો છે મને.
ચાર જણ ભેગા થઈ મને શું બાળશે!
આ જમાને તો રોજ બાળ્યો છે મને.
🖋કવિ:- જુગલ દરજી
'માસ્તર'
No comments:
Post a Comment