Sunday, 26 March 2017

ગઝલ

હરપળે નવાપ્રહાર હોય છે
લાગણીય ધારદાર હોય છે

આવશે નહિ કદી બચાવમાં
હાથ જેમને હજાર હોય છે

હો જરૂર તો ટીપુંય ના મળે
બિનજરૂરી ધોધમાર હોય છે

બેય બાજું હું જ હોઉ છું અને
વચ્ચે એક બંધ દ્વાર હોય છે

આપણા ખભે લદાય એ બધો
દોસ્ત આપણો જ ભાર હોય છે
-હર્ષદ સોલંકી

No comments:

Post a Comment