Sunday, 26 March 2017

ગઝલ

મળે કોઈ કિનારો તો, તરીને પાર જાવું છે
દરિયા ના પાણી આંખે, ભરીને પાર જાવું છે

તુટીને જોંઇ લેવું છે, દરદ કેવું સતાવે છે
બનીને પાંદડું મારે, ખરીને પાર જાવું છે

વિચારો ટાંકવા બેસું, મળે તો માંપવા બેસું
ગઝલ કાફયો માંથી, સરીને પાર જાવું છે

કહેવું શું અમારે તો, લઈને પોટલો માંથે ?
ખરેખર સાત ફેરા ને, ફરીને પાર જાવું છે

ગુથે છે મન માંરૂ માળો, ઘણી ઇચ્છા લઈને પણ
ત્રણ ઈચ્છાઓ છે જેને, વરીને પાર જાવું છે

ઇશ
સતીષ નાકરાણી
સાવર કુંડલા

No comments:

Post a Comment