કાગળ બોલ્યો શબ્દોને કે હું તો તારો પડછાયો છું,
તું તો ગાજે મોટા બોલે હું અધવચ્ચે અટવાયો છું.
છાના માના શબ્દો પાછા કાગળ સાથે મસ્તી કરતા,
તારી સાથે અક્ષરની અંતાક્ષરીમાં ભટકાયો છું.
ખાટી મીઠી ચાલ્યા કરતી દોસ્તી યારી કાગળ સાથે,
બંને જ્યારે ભેગા થાતા હૈયે ફાગણ મલકાયો છે.
વર્ષો સાથે માણસ બદલ્યો બદલાયેલી મોસમ આવી,
કાગળ ખાલી પસ્તી થઈને સુના ખૂણે ઠલવાયો છે.
કાગળ છોડી મોબાઈલમાં સોફ્ટ કોપી થઈ શબ્દો ફરતા,
કાગળ જૂનો વડલો થઈને એકલતામાં સપડાયો છે.
હાર્દિક પંડયા 'હાર્દ'
No comments:
Post a Comment