Sunday, 26 March 2017

ગઝલ

આંખો સપનમાં બાળતા લાગી નહીં શરમ,
રાતે વધારે જાગતા લાગી નહીં શરમ.

મળતા બધાને હેતથી હસતા હસાવતા,
અમને હસીને ટાળતા લાગી નહીં શરમ.

ખોટા ખરાની ભાવના પાળી હ્રદય થકી,
સાચા ખરાને નાંણતા લાગી નહીં શરમ.

ભારી હઠીલી જીદમાં ચાલો તણાયને,
હઠને પરાણે પાળતા લાગી નહી શરમ.

માસૂમ તમારા નામની પ્રસરી હવા બધે,
મળતા બધાને પાડતા લાગી નહીં શરમ.

                  માસૂમ મોડાસવી

No comments:

Post a Comment