Sunday, 26 March 2017

ગઝલ


       પતંગિયું

ઘરેથી નીકળે રડતું પતંગિયું ,
ઘરે પાછું ફરે હસતું પતંગિયું .

ભલે કક્કો કદી બોલે નહીં એ,
એબીસીડી સદા રટતું પતંગિયું .

ઉપાડી ભાર દફતરનો શું કરશે?
વળી વાંકું ઘરે ફરતું પતંગિયું .

હશે સાહેબનો ડર કેટલો ત્યાં?
રમત રમતાં હવે ડરતું પતંગિયું .

હતું જ્યાં ફૂલ જેવું ખીલવાનું,
ડરી ફિક્કું રહે પડતું પતંગિયું .

              રત્નેશ અલગોતર "નિરાશ"

No comments:

Post a Comment