Sunday, 26 March 2017

ગઝલ

શબ્દની છાંટે  ઉઝરડો થઇ ગયો
આ ગઝલને પણ ઘસરકો થઇ ગયો

શ્વાસ શાપિત હાંફતો'તો ભીતરે
સ્પર્શથી એનાં મલપતો થઇ ગયો

મૌનના પડઘા ભરે આ ખાલીપો,
મોરલો ડાળે થનકતો થઇ ગયો

દર્દભીનો લ્યો મળ્યો રૂમાલ એ,
અશ્રુ ઝાકળમાં પલળતો થઇ ગયો

શક્યતાનું એક વર્તુળ ના થયું,
શુન્યમાં એકડો સરકતો થઇ ગયો

પૂર્ણિમા ભટ્ટ  "તૃષા"

No comments:

Post a Comment