આવી મળેલી હાથમાં હરપળ સરી રહી,
જીવન સફરને ચાલતી ઘટના ઘડી રહી.
માનવ થવાની ખેવના પાછળ પડી રહી,
ભાવે ભરેલી સાધના ક્ષણને ગળી રહી.
બાગે ખીલેલા આંખને મંજર ગમી જતાં,
માથે ચડેની હેતની લગની લગી રહી.
અળગા થવાના કારણો સઘળા પચાવતા,
હસ્તી બધાયે મોરચે યુધ્ધો લડી રહી.
આવી સજેલી આંગણે મોસમ હરી ભરી,
માસૂમ ફળેલા ખ્વાબની ડાળી હસી રહી.
માસૂમ મોડાસવી.
No comments:
Post a Comment