સવાલ એક મનને કાયમ છણતો રહ્યો
હું જિંદગી ભર મનને જ હણતો રહ્યો
પામી ને પ્રેમ તારો સનમ, હું સદાય
મારી જાતને ભાગ્યશાળી ગણતો રહ્યો
તું પણ જાણે છે જગતમહીં એક તુંજ
મારી છે એ ખ્યાલ ને જ ખણતો રહ્યો
વફાદારી ને વ્હાલપ તારી જોઈને હું તો
જિંદગી સાથે વિતાવવાના સપના માણતો રહ્યો
પણ આ તો ક્રુર કુદરતની કરામત જુઓ
વિનંતી આપણી જાણવા છતાં ના જાણતો રહ્યો
જાણે છે "સતીષ" બધુ પણ થાય શું?
શ્વાસના સહારે જિંદગીની લાશ તાણતો રહ્યો
- સતીષ સખીયા
No comments:
Post a Comment