Sunday, 26 March 2017

ગઝલ

જાત સાથે હદ વિનાની લાગણી ભારે પડી
એક દીવાને સ્વયંની રોશની ભારે પડી *

જિંદગીને મોરચે કયાંથી લડત પણ આપવી?શ્ર્વાસને સંવેદનાની છાવણી  ભારે પડી

સ્હેજ ઝડપી ચાલતાં કૈં કેટલાં છૂટી ગયાં
જે  ચલાવ્યાં  સાથ એની આંગળી ભારે પડી

આમ તો એના થકી એ શોભતી 'તી તે  છતાં
કેમ જાણે સાપને આ કાંચળી ભારે પડી

આમ તો દરિયો ય આખો ભીતરે ઉલાળીએ
પણ જીવનમાં ડૂબવાને ઢાંકણી ભારે પડી

ચૌ દિશા ખુલ્લી હતી ને તે છતાં લાચાર છે
આ હવાને  ઉડવામાં સાંઢણી ભારે પડી

છે  ગગનચુંબી  ઇમારત ને ચમકતાં રોડ પણ
આ નગરને  ઝાડવાંની કાપણી ભારે  પડી
     કવયિત્રી-- પ્રજ્ઞા વશી 
તરહી પંક્તિ -હર્ષ બહ્મભટ્ટ

No comments:

Post a Comment