ઝાડથી વધારે ક્યાં કોઈને જાગવાનું હોય છે,
લાગ ના ભાગ તોય ખુલ્લા હાથે માંગવાનું હોય છે.
ડાળીઓના હાથમાં તો ફકત વસવસો જ આવે,
પીળા પડેલ પાને તો સંબંધ છોડી ભાગવાનું હોય છે.
ફળ, ફૂલોએ એની જાહોજલાલીની નિશાની હશે,
થડે તો કાયમ ક્યાં! કદી રૂપાળા લાગવાનું હોય છે.
દર્દ એનું કાયમ વધ્યા કરે છે મૂળિયા થઈ આગળ,
શૂળે તો સામે વાળાનું દર્દ તાગવાનું હોય છે.
મુકેશ કાનાણી!નાકામ!
No comments:
Post a Comment