Thursday, 27 April 2017

ગઝલ

શક્ય છે, લખી શકું હું માંગણી વગર,
અશક્ય છે, લખી શકું હું લાગણી વગર.

દફનાવ્યાં હશે એણે દર્દ ઘણા ભીતરમાં,
ઉગે નહિ દર્દભીની ગઝલ, વાવણી વગર.

ઘડાયો હશે, ટીપાયો હશે, તપાવાયો હશે,
ન ચડે મધ્યાહ્ને સુરજ એનો તાપણી વગર.

ચાસ કાપ્યા છે જોડીઓમાં સમાન અંતરે,
શેરડી ને ઘાસ જો લહેરાયા સાથ માપણી વગર.

દિલને એણે ખાલી કર્યું છે, નામ મારુ કાઢીને,
હશે " રુહ ," બીજી ઉગે ક્યાંથી ફસલ, કાપણી વગર.

... "રુહ" ...🌹
બીના ગોસ્વામી..

No comments:

Post a Comment