Thursday, 27 April 2017

અછાંદસ

હું તો હતી
સંગેમરમરની કો કવિતા સમ
કે
શાપિત યક્ષિણી
અપ્સરા અપરાજીતા
હું તો
દાંડી પર ઝુલતું કમળ ને
મારી ચારેકોર
લીસું ગર્ભ જળ
હજી તો મારી આંખે હતાં પડળ
ગતજન્મના આછાં સ્મરણ
ધીમો કોઇ
અજીબ સંચાર જોવા
અધીર એક નવો સંસાર
ત્યાં કોઇ બોલ્યું: "બી પ્રેક્ટિકલ "
નાની દાદી ફઇ....
કોઇ જમાનાના ખાધેલ
ઓહ..
એક ઠેસ ને પછી
લાલ અંધકાર
મારી નહીં ફુટેલીઆંગળીઓ
પકડી રાખે
દિવાલોને પણ.....

માના વ્યાસ

No comments:

Post a Comment