કેવો મિઠડો લાગે વરસાદ,
છાતી સરસો વાગે વરસાદ,
શમણાંના સાથીયા પુરતો,
અડધી રાતે જાગે વરસાદ.
ભીનુ ભીનુ જોબન છલકે,
ઊભો ઊભો તાગે વરસાદ.
છતરી લઈ ઉભા સ્વાગતમાં,
આથી આઘો ભાગે વરસાદ.
ભીંજાવાની ઈચ્છા છે, તો
વૃક્ષો લીલા માગે વરસાદ.
ઘેલી આંખે એણે ગાયો,
લ્યો, મલ્હારી રાગે વરસાદ.
હૈયું લથબથ ભીંજાણુ જ્યા,
બાંધ્યો પ્રિતના ધાગે વરસાદ.
શૈલેષ પંડ્યા..
No comments:
Post a Comment