આરાધના
મારી અને તારી આસપાસ
શોધ,સાધના-આરાધના અને
પગરવ કરતા સ્મરણો જાણે
નદીની માફક વહે છે
રત્નાકરમાં સાહસ તરે છે
સરોવરમાં શાન્ત સ્થિર અને પહાડના પથ્થરાળ..
ચટ્ટાનોમા થડકાર..
ખીણ માપીને પાછા ફરતા પડધા જાણે....
કર્ણ અવતાર થતાજ વિચલિત બનેલી કુંતા ..!
શિતળ શબ્દોની આરપાર દેખાતી
પરંપરીત પરંપરા જીવનની...
એક શબ્દ બનેલી માં...!
વીર પ્રતિભા અવતરી
મુખરીત હસ્તરેખા જાણે નમ્રભાવ પરમાર્થે...
સૂર્યપૂત્ર !
સૂર્ય રાતનો દિવસ છે
ફરતો ચન્દ્રમાં તો તિરથ છે
તારા કવચ કુંડમાં ચમકતું પરમવીર.. સુવર્ણનું માનચિત્ર છે
ઉપાસના મંત્રોની આરાધના જાણે
ક્શત્રાણી દિવ્યતેજ નિહાળી
સ્મરણ કર...
પુત્ર તારો
સૂર્યતેજ તેજોમય આરાઘના જાણે
કર્ણ અવતાર ...!
દાન અને દાતાર
સમય સદૈવ કાળ
આજ અને આવતીકાલની
આરાધના ...
અંત અનંતકાળ ચક્ર
સ્મરણ છે
જાગૃતિ મારુ મહુવા "જાગુ"
તા-06-04-2017
સમય:-રાત્રે 3:00
No comments:
Post a Comment