Sunday, 9 April 2017

ગઝલ

રોજ  ડંખે   રીત  તારે  શું  કહેવું !
તોય  ગૂંજે  ગીત  તારે  શું  કહેવું!

હું નથી તારાં સરીખી લે હજી પણ,
તોય   થાયે  જીત  તારે  શું  કહેવું!

તું  મને  તડપાવ  રોજે રોજ વ્હાલા,
તોય   લાગે   મીત  તારે   શું  કહેવું! 

આંખ  તારી આગ ઝરતી યાર જોને,
તોય  આવે  સ્મિત  તારે   શું  કહેવું!

હા ખબર,આવીશ નૈ તું શ્યામળાં,જો..
તોય   માંડી   પ્રીત   તારે   શું   કહેવું!

કાજલ કાંજિયા 'ફિઝા'
6/4/2017

No comments:

Post a Comment