Sunday, 9 April 2017

ગઝલ

એમની સાથે ભટકાયા વગર જ એક અથડામણ થઈ
ને રુદિયાના ખૂણામાં એક મનગમતી ગભરામણ થઈ

દિવસે ગણું તારા ને ભીંતો સાથે રાતના રોજ મુશાયરા
જીવુ કે મરું હવે હું ? આ તો કેવી ગમતી અકળામણ થઇ

હોંશેહોંશે વાવી જોયા ઉજાગરા ફળદ્રુપ રાતોની ધરામાં 
તો ઉગી ગયા સઘળા સમયાંતરે જીવનું જાગરણ થઈ

જોયા હતા ફૂલોના બેબુઝ રંગોના નગર મેં સ્વપ્નમાં
સવારે જોયું તો મઘમઘી ઉઠ્યો’તો સમય ફાગણ થઇ

આ ચૈતર વૈશાખના દનૈયા યુગો થી પણ લાગે મોટા
વિરહની ડમરીઓ ઉડીને ડંખે નખરાળી નાગણ થઈ

એક ભીનો સંદેશ લાવી આ હવાઓ એના આગમનનો
ને આવી ચડ્યા અચાનક એ ગમતીલો ગડગડાટ થઈ   

ઉમટી પડ્યા અચાનક "પરમ" આભમાં વાદળ  થઈ
ને અંતે કરી ગયા મને સરાબોર "પાગલ" અષાઢ થઈ

ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)

No comments:

Post a Comment