આવજો ગઝલ - ગાગાલગા ^૨ ગાલગા
સાંજ ઢળતી જાય ત્યારે આવજો,
આંખડી છલકાય ત્યારે આવજો.
જિંદગી કેવળ ઉછાળો તો નથી,
શાંત સાગર થાય ત્યારે આવજો.
સુખ કાયમ સાથ નઈ આપી શકે,
હૈયે ઘન ઘેરાઈ ત્યારે આવજો.
લાગણીના પૂર ઓસરતાં નથી,
લાગણી દુભાય ત્યા રે આવજો.
મૂર્તિ ની સામેજ શોભે આરતી,
એ જ જો ખોવાય ત્યારે આવજો.
સામટા મતભેદ સૌ ખુલ્લાં થશે,
દર્દ ના સહેવાય ત્યારે આવજો.
ડાયરી અકબંધ રાખી નોંધ ની,
શેષ વધ ઘટ થાય ત્યારે આવજો.
• પુષ્પા મહેતા (પારેખ)
No comments:
Post a Comment