Sunday, 9 April 2017

ગઝલ

વાદળી  અવસાદની  વરસી  રહી
બાતમી  વરસાદની  મળતી  રહી

યાદ  ગોરંભાઇ  અંતર  આભલે
નેહભીની  આંખ  નીતરતી  રહી

પાણિયારાની  તરસને  ઠારવા
માટ  ગારાની  સદા  ઝમતી  રહી

ખાળવા  એકાંતને  તરસી  ગઈ
ભીંત  પોલાણો  સુધી  સરકી  રહી

શોધ  આતમની  અરીસામાં   કરી
બિંબ  હોવાની  સજા  મળતી  રહી
                            માધવી  ભટ્ટ

No comments:

Post a Comment