Monday, 17 April 2017

ગઝલ

પારિજાતની ડાળ હળવેથી સ્પર્શી
સપના બધાં કોઇ ખેરવી ગયું

કમાડો તો સઘળાં બંધ હતાં
તોય દિલ મા કોઇ પ્રવેશી ગયું

છાની હતી વાત બધાં થી ક્યારની
પણ આંખોથી ઝરણું વહી ગયું

થયું છે કિનારો હવે હાથવેંતમાં
વહાણ આખું તરણું ડુબાડી ગયું

વાયદાઓ એ જાગ્યા કર્યું રાત આખી
પણ આશા નો સૂરજ કોઇ ડૂબાડી ગયું....

માના વ્યાસ

No comments:

Post a Comment